- ઉંઘતા પહેલા દરરોજ આપના પગ ધુઓ અને નરમ ટુવાલથી લુછો.
- કોઇપણ કાપાઓ અથવા ફોલ્લાઓ માટે આપના પગ તપાસો.
- મોજાં કોઇપણ સિલાઇવાળાં ન હોવા જઇએ, એકદમ ટાઈટ મોજા ન પહેરો.
- પહોળાં અંગુઠાવાળાં ઢીલાં શુઝ પહેરો, પહેરતા પહેલાં કોઇપણ ખીલી, પથ્થર વગેરે છે કે કેમ તે તપાસો.
- અસમતળ સપાટી પર અથવા ગરમ રેતી અથવા સિમેન્ટની સપાટી પર ખુલ્લા પગે ન ચાલો.
- હુંફાળા પાણીવાળી કોથળી મુકીને લાંબો સમય શેક કરવો નહિ.
- આગ અથવા હીટર વડે સીધો શેક ના કરવો.
- પુછયા વગર કોર્ન કેપ વાપરો નહીં.
- ઇજા પામવાની કોઇપણ તકો ટાળો.
- આપના અંગુઠાનાં નખ કાપતી વખતે સંભાળ રાખો.
- વખતોવખત આપના પગ ડોકટર પાસે તપાસાવો.
- જો કોઇપણ ફોલ્લા અથવા ઘા જણાય તો તરત જ આપના ડોકટરની સલાહ લો.
- સિગારેટ/બીડી પીવી એ આરોગ્ય માટે હાનિકારક છે, એ તરત બંધ કરો.
© 2016 Mori Diabetes Centre. All Rights Reserved | Website Design BY SKYNET INFOTECH