આ પ્રકારના ઉપચાર તમારા ડોકટરે આપેલી દવાઓ સાથે કરી શકાય-તેના બદલામાં નહીં
(1) કારેલા : વહેલી સવારે ભુખ્યા પેટે ત્રણ થી ચાર કારેલાનો રસ લો. શાકભાજી તરીકે પણ કારેલાને નિયમિત રીતે લઇ શકાય. કારેલા બીજનો પાઉડર (1 ચમચી) પાણીમાં મેળવો અને પી જાઓ.
(ર) મેથી : દરરોજ પાણીની સાથે એક ચમચી મેથીના દાણા ગળી જાએ અને મેથીના દાણાને આખી રાત પલાળી રાખો અને સવારે એ પાણી પી જાઓ.
(3) જાંબુ : જાંબુના ઠળિયાનો પાઉડર બનાવીને ખાઇ જાઓ.
(4) લસણ : દરરોજ લસણની લગભગ ત્રણ થી ચાર કળીને કચરીને લો.
(પ) કાંદા : ડાયાબિટીસની સામે કાંદા અસર કરે છે. કાચા કાંદા વધારે ઉપયોગી છે.
(6) શણના બીજ(ફલેકસ સીડસ) : ઓમેગા 3 ફેટી એસિડસનો આ સમૃદ્ધ સ્ત્રોત છે. ડાયાબિટીસ પર નિયંત્રણ કરવામાં આ સહાયતા કરે છે.
(7) રેષા : ઓગળે એવા રેષા સફરજન, રાજમા, ઓટમીલ, સોયાબીન વગેરેમાંથી મળે છે જે ડાયાબીટીસ પર નિયંત્રણ કરવામાં સહાયતા કરે છે.
(8) તજનું દ્રાવણ : તજને પાણીમાં ઉકાળીને એ પાણી તમે પી શકો છો. તજના સત્વયુકત પાણી ગ્લુકોઝ મેટાબોલિઝમ (ચયાપચય) સુધારવામાં અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે જાણીતું છે.
(9) પનીરના ફુલ, મામેજો તથા ફણસી,કાળીજીરી,જાંબુ ના ઠડીયા,અમલા,હળદર : પાઉડર કરી લેવા થી ડાયાબીટીસ કાબુ કરવામાં મદદ રૂપ થાય છે.
© 2016 Mori Diabetes Centre. All Rights Reserved | Website Design BY SKYNET INFOTECH