(1) મીઠું : તમે શાકભાજીમાં પર્યાપ્ત પ્રમાણમાં મીઠું મેળવો છો તેથી મીઠું લેવાનું ઓછું કરો.
(ર) ચરબી : વધુ પડતી ચરબીયુકત ખોરાક એ ખરેખર સારી આદત નથી. તમારા આહારમાંથી તળેલા ખાદ્યપદાર્થને સંપૂર્ણપણે દુર કરવાનો પ્રયત્ન કરો અને એને દૂર કરો.
(3) માંસાહારી માટે : લાલ માંસ લેવાનું સંપૂર્ણપણે ટાળવાનો પ્રયત્ન કરો અને બંધ કરો અથવા ઇંડા અને પોલ્ટ્રીનો ઉપયોગ કરવાનું ઓછું કરો. અઠવાડિયામાં એકથી બે વાર તમે માછલી લઇ શકો છો.
(4) દુધ અને ઉત્પાદનો : ઓછી ચરબીયુકત દુધ અને યોગર્ટ જેવા એનાં ઉત્પાદનો લેવાનો પ્રયત્ન કરો.
(પ) ચા અને કોફી : દરરોજ બે કપ કરતાં વધારે ચા અને કોફી ન લો.
(6) સફેદ લોટ (મેંદો) અને એનાં ઉત્પાદનો : આના બદલે હોલ ગ્રેઇન્સ, ઘઉં અથવા સોયા બ્રેડસ અને પોલીશ ન કરેલ ચોખા લો.
(7) બ્લડ સુગર વધારતા ખાદ્યપદાર્થો : ચોખા, બટાટા, સફેદ બ્રેડ અને પાકેલા કેળા,મીઠાઈ,ચોકલેટ,ઠંડાપીણા ન લો.
© 2016 Mori Diabetes Centre. All Rights Reserved | Website Design BY SKYNET INFOTECH