ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપવાસ કરવો હિતાવહ નથી.
(1) કયા જોખમોથી તમારે વાકેફ રહેવું જોઇએ ?
- લોહીમાં ઓછો ગ્લુકોઝ (હાઇપોગ્લાયસેમિયા)
- લોહીમાં ઉંચો ગ્લુકોઝ (હાઇપરગ્લાયસેમિયા)
ઉપવાસ છોડયા પછી જો વધુ ખવાય તો લોહીમાં સુગર વધી જવાની સંભાવના હોય છે.
- ડિહાઇડ્રેશન (પાણીની ઉણપ)
(ર) ઉપવાસ દરમિયાન લોહીમાં સાકર તપાસવી.
લોહીમાં ગ્લુકોઝની તપાસણીથી ઉપવાસ તુટશે નહીં ! ગ્લુકોઝની ઓછી સપાટી નકકી કરવા ખાસ લોહીમાં ગ્લુકોઝની સપાટી પર દેખરેખ રાખવી અગત્યની છે. ગ્લુકોઝની સપાટી અત્યંત નીચી જતી રહે તો (70mg/dl કરતા ઓછી) ઉપવાસને બંધ કરવાનો રહેશે.
(3) લોહીમાં ઓછા ગ્લુકોઝ અંગે કેવી રીતે સારવાર કરાય ?
ગ્લુકોઝની સપાટી 70 mg/dl કરતાં નીચે ઉતરી જાય તો ઘરમાં તરત મળી રહે તેવી ગળી(મીઠી) વાનગી લેવી.
(4) ઉપવાસ દરમિયાન શું મારે દવા લેવી કે બંધ કરવી ?
ના, તમારે તમારા ડાયાબિટીસની ગોળીઓ લેવાનું ચાલુ રાખવું, પરંતુ તે જુદા જુદા સમયે લેશો, તમારા ડોઝમાં પણ ફેરફાર કરી શકાશે. આ એક કારણ છે, જેથી ઉપવાસ શરૂ કરતાં પહેલા તમારા ડોકટર સાથે વાત કરવી ખુબ મહત્વપૂર્ણ છે, જેથી તમે તમારી ડાયાબિટીસની દવાઓમાં કેવી રીતે ફેરફાર કરવો જરૂરી બને તેનું આગળથી આયોજન કરી શકો.
ઉપવાસ પછી, તમારા લોહીમાં ગ્લુકોઝ પુરતા પ્રમાણમાં નિયંત્રિત છે કે કેમ તેની પુરેપૂરી ખાતરી કરવા અને દવાઓની ગોઠવણ કરવી જરૂરી છે કે કેમ તે તપાસવા ફરીથી તમાા ડોકટરની મુલાકાત જરૂરી છે.
© 2016 Mori Diabetes Centre. All Rights Reserved | Website Design BY SKYNET INFOTECH