HbA1C (ગ્લાયકોસીલેટેડ હિમોગ્લોબીન)
HbA1C શું છે ?
આ તપાસમાં દર્દીના છેલ્લા 3 મહિના એટલે કે 90 દિવસનું એવરેજ બ્લડ સુગર જાણવા મળે છે અથવા તો એમ કહી શકાય કે જેમ ક્રિકેટમાં રનરેટ આવે તેમ, આ રીપોર્ટ ડાયાબિટીસની 3 મહિનાની રનરેટ છે.
HbA1C કયાં થઇ શકે ?
આ એક લોહીની તપાસ છે જે લેબોરેટરીમાં થઇ શકે છે.
HbA1C નું મહત્વ છે ?
એક દિવસમાં સામાન્ય રીતે દર્દીના બ્લડ સુગર લેવલમાં ઘણો ફેરફાર - વધઘટ થતો હોય છે. આ ફેરફાર ખોરાક, કસરત, દવાઓ, ચીંતા, નિંદર વગેરેના ફેરફારના કારણે થતો હોય છે. HbA1C આ બધા ફેરફારોને આવરી લઇ 3 મહિનાનું એવરેજ બ્લડ સુગર દેખાડે છે. દા.ત. કોઇપણ સમયનું રેન્ડમ બ્લડ સુગર જો એક ફોટો હોય તો HbA1C 3 મહિનાની ફિલ્મ છે.
CGMS (કંટીન્યુઅસ ગ્લુકોઝ મોનીટરીંગ સીસ્ટમ)
CGMS શું છે ?
આ એક સ્પેશ્યલ પ્રકારનો ટેસ્ટ છે જેમાં દર્દીના શરીરમાં એક સેન્સર રાખવામાં આવે છે. એના દ્વારા દર ૩ મિનિટે એક વાર દર્દીનું સુગર લેવલ ચેક થાય છે. એટલે દિવસમાં ૩૦૦ વાર. સામાન્ય રીતે આ સેન્સર ૧૪ દિવસ સુધી ચાલે છે એટલે આશરે ૧૫૦૦-૨૦૦૦ વાર સુગર ચેક થાય છે. એ પણ એક જ વાર સોઇ લગાવીને.
CGMSનું મહત્વ ?
દર્દીના શરીરમાં સુગર લેવલમાં થતા ફેરફારને આ ટેસ્ટ દ્વારા ખુબ જ જીણવટથી માપી શકાય છે. સુગર લેવલમાં થતા ચડ-ઉતરને સમજી વધારે સારી રીતે ડાયાબિટીસની સારવાર થઇ શકે છે. CGMSથી મીનીટોમાં થતા સુગરના ફેરફારને આરામથી પકડી શકાય છે.
© 2016 Mori Diabetes Centre. All Rights Reserved | Website Design BY SKYNET INFOTECH