ઇન્સ્યુલિન પર અવલંબિત ડાયાબિટીસ મેલિટસ
ટાઇપ 1 ડાયાબિટીસ
સામાન્ય રીતે બાળપણ અથવા યુવાન વયે થાય છે. આવા દર્દીઓ સામાન્ય રીતે ઘણા પાતળા હોય છે અને તેઓ એકાએક આ રોગગ્રસ્ત થાય છે. સંભવત: કોઇક વિષાણુજન્ય ચેપ લાગ્યા પછી અથવા કોઇ અગમ્ય કારણોસર સ્વાદુપિંડના ઇન્સ્યુલિન વિકાસાવતા કોષોને નુકસાન થાય છે, અને ઇન્સ્યુલિનનું જરૂરી પ્રમાણ ઉત્પન્ન થતું નથી. આમ ઇન્સ્યુલિનના અભાવને કારણે ડાયાબિટીસ થાય છે. ઇન્સ્યુલિનની જરૂરીયાત પુરી કરવા માટે દર્દીએ ઇન્સ્યુલિનનું ઇન્જેકશન લેવું અગત્યનું બને છે.
બિન ઇન્સ્યુલિન અવલંબિત ડાયાબિટીસ મેલિટસ
ટાઇપ 2 ડાયાબિટીસ
કુલ ડાયાબિટીસના દર્દીઓના આશરે 9પ ટકા ટાઇપ 2- ડાયાબિટીસ ગ્રસ્ત હોય છે. આવા લોકો મેદસ્વી હોય છે. અને મોટાભાગે મોટું પેટ ધરાવતા હોય છે. મોટાભાગના ડાયાબિટીસનો પારિવારિક ઇતિહાસ ધરાવતા હોય છે. તેઓનો રોગ ઉત્તરોત્તર પ્રગતિ કરે છે અને લાંબા સમય સુધી લક્ષણો દેખાતા નથી. તેઓના ઇન્સ્યુલિન બનાવતા કોષો શરૂઆતમાં વધુ ઇન્સ્યુલિન પેદા કરે છે અને ઇન્સ્યુલિનનો અભાવ સંતોષે છે પરંતુ કેટલાક સમય પછી ઇન્સ્યુલિન પેદા કરતા કોષો ઇન્સ્યુલિન બનાવવાનું બંધ કરે છે અને દર્દી ડાયાબિટીસ ગ્રસ્ત થાય છે. તે વખતે તેઓને બ્લડ સુગર સ્તર કાબુમાં રાખવા માટે દવાઓ લેવાની શરૂઆત કરવી પડે છે.
ગર્ભાવસ્થાજન્ય ડાયાબિટીસ મેલિટસ
ઘણી સ્ત્રીઓમાં ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ વિકસે છે. જે ગર્ભાવસ્થાજન્ય ડાયાબિટીસ તરીકે ઓળખાય છે. આ ડાયાબિટીસ સામાન્ય રીતે બાળકના જન્મ પછી એની મેળેજ મટી જાય છે. પરંતુ આવી સ્ત્રીઓને આગળ જતા જીવનમાં ડાયાબિટીસ થવાનું જોખમ વધારે હોય છે જો માતાને આ પ્રકારનું ડાયાબિટીસ હોય તો ગર્ભમાં રહેલા બાળકને થશે જ એ બહુ જરૂરી નથી.
© 2016 Mori Diabetes Centre. All Rights Reserved | Website Design BY SKYNET INFOTECH