પાન, તમાકુ, સોપારી ડાયાબિટીસની આડઅસર શરીરના દરેક અંગ ઉપર થાય છે. મોઢામાં પાન, તમાકુ કે સોપારી ખાવાથી પેઢામાં લોહી અથવા રસી થઇ શકે. એ ઉપરાંત મોઢાના કેન્સર થવાની શકયતા હોય છે. ડાયાબિટીસના દર્દીઓને આની શકયતા અનેક ગણી વધી જાય છે. માટે આ વ્યસન છોડી દેવાં જોઇએ. |
|
બીડી, સીગરેટ, ધુમ્રપાન આ વ્યસનથી લોહીની નળી સંકોચાય છે. ડાયાબિટીસના દર્દીઓમાં એક પણ લોહીની નળી સાંકળી થઇ જાય છે. ધુમ્રપાન અને ડાયાબિટીસ જો મળી જાય તો હાર્ટ એટેક પેરેલીસીસ તથા ગેંગ્રીનની શકયતા અનેક ગણી વધી જાય છે. એ ઉપરાંત મોઢાનું કેન્સર, ફેફસાનું કેન્સર જાતીય નબળાઇ થતા કિડનીની બિમારી થવાની શકયતા અનેક ગણી વધારે હોય છે. |
|
દારૂ દારૂ પછી તે કોઇપણ પ્રકાર/કંપની/બ્રાન્ડનો હોય, તેમાં સુગર ઘણી વધારે માત્રામાં હોય છે. તેનું સેવન કરવાથી ડાયાબિટીસ ઉપર કાબુ મેળવવો અઘરો બને છે. એ ઉપરાંત દારૂ અને ડાયાબિટીસના સંગમાંથી દર્દીના લીવર, પાચન શકિત તથા જ્ઞાનતંતુ ઉપર ઘણી અસર થાય છે. દારૂનું સેવન કરવું તે ડાયાબિટીસમાં થતી જાતીય નબળાઇનું મહત્વનું કારણ છે. |
© 2016 Mori Diabetes Centre. All Rights Reserved | Website Design BY SKYNET INFOTECH