કસરત ગ્લુકોઝનો વપરાશ વધારે છે, આદર્શ વજને પહોંચવામાં મદદ કરે છે, શરીર સુદ્રઢ બને છે લોહીનું ભ્રમણ સુધરે છે. કસરત તાકાત વધારવામાં અને સારાં આરોગ્યનો અનુભવ કરાવવામાં મદદ કરે છે. કસરત દરેક જણને લાભકર્તા છે પરંતુ એ ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ લાભદાયક છે. નિયમિત કસરત ઇન્સ્યુલિનની તરફેણમાં શરીરના વલણને પ્રોત્સાહિત કરે છે. જો આપ દિવસમાં એકવાર નિયમિત કસરત કરો. તો કસરત આપના રકત શર્કરાને કઇ રીતે અસર કરી શકે છે તે જાણી શકશો. કસરતથી આપ આપનું વજન ઘટાડી શકો છો, જે ટાઇપ - ર ડાયાબિટીસના નિયંત્રણ માટે ઘણું અગત્યનું છે. એક વધારાના પ્રોત્સાહન તરીકે નિયમિત કસરત આપને શારીરિક અને માનસિક બંને રીતે બહેતર હોવાની લાગણી કરાવશે.
સામાન્ય રીતે કસરત બે પ્રકારની હોય છે.
1. ગતિશીલ
ર. સ્થિર
ગતિશીલ કસરતમાં આપના સ્નાયુઓ લયમાં વિસ્તરે અને સંકોચાય છે અને આખુ શરીર ગતિમાં રહે છે, જેમ કે ઝડપથી ચાલવું, કુદવું, સાઇકલ ચલાવવી અને તરવું, કોઇપણ રમત રમવી વગેરે. આમાં શરીરનો દરેક ભાગ સહભાગી બને છે. અને લોહીનું ભ્રમણ એક સરખું વધે છે
સ્થિર કસરતમાં નિશ્ચલ અવસ્થામાં ફકત થોડા સ્નાયુઓ કામ કરે છે જેવી કે બોડી બિલ્ડીંગ, વેઇટ લિફટીંગ અથવા કેટલાંક યોગનાં આસનો.
કઇ પ્રવૃતિમાં કેટલી કેલરી વપરાય
પ્રવૃતિ | દર મિનિટે વપરાતી કેલેરી |
સુતા સુતા | 1.0 |
બેઠા બેઠા | 1.5 |
ઉભા ઉભા | 2.6 |
કાર ચલાવતા | 2.8 |
કપડા ધોતા | 3.1 |
પોતા કરતા | 4.9 |
ખેતી કામ | 6.7 |
સીડી ઉતારતા | 7.1 |
સીડી ચડવી | 10-18 |
ચાલવું | 7-15 |
દોડવું | 10-25 |
નૃત્ય | 4-7 |
તરવું | 6-11 |
રમત ગમત(મેદાનમાં) | 7-14 |
પર્વાતારોહણ | 7-11 |
બીજી સુરક્ષાની પ્રક્રિયાઓને અનુસરવાનું ભુલશો નહીં
© 2016 Mori Diabetes Centre. All Rights Reserved | Website Design BY SKYNET INFOTECH