તંદુરસ્ત જીવન માટે મારે શું ખાવું ? શું ન ખાવું ?
વધારે માત્રામાં લઇ શકાય | સપ્રમાણ માત્રામાં લેવાની છુટ | ઓછી માત્રામાં લઇ શકાય |
ઘઉં, જુવાર, બાજરાની બનાવેલી વસ્તુઓ | સ્પેગીટી, પાસ્તા, નુડલ્સ, બ્રેડ | ખાંડ, ગોળ, મધ, મીઠાઇ, કેક, પુડીંગ |
મગ, મઠ, વાલ, ચણા, અડદદાળ | બટાકા, શકકરીયા, ભીંડો | ફ્રુટ, જયુસ, ઠંડા પીણા, |
પાંદડાવાળા શાકભાજી, રીંગણા, કોબી, ફલાવર, દુધી, ગલકા, ટમેટા, ટીંડોડા વગેરે... | કંદ, કેળા(કાચા), વટાણા, પનીર | હોર્લીકસ, બોર્નવીટા, રસના, તળેલી વસ્તુ, ફરસાણ |
દુધ (મલાઇ વગર) અને એમાંથી બનેલા દહીં, છાશ | સુગર ફ્રી વાળી મીઠાઇ | આખુ દુધ(મલાઇ સાથે), ચીઝ, આઇસ્ક્રીમ |
સફરજન, સંતરા, મોસંબી, જામફળ | દ્રાક્ષ, પપૈયુ, તરબુચ, ટેટી | ચીકુ, કેળા, કેરી, સીતાફળ |
ઇડાનો સફેદ ભાગ | લીલા નાળીયેર | દુધનો માવો, શેઇક |
ચીકન, માછલી | સીંગદાણા | ઇંડાનો પીળો ભાગ |
ચોખા | તળેલી માછલી, ચીકન | |
અખરોટ, બદામ, પીસ્તા, | માખણ, ઘી, ડાલડા | |
કોપરેલ તેલ, સુર્યમુખીનું તેલ, કોર્ન ફલાવર તેલ, મગફળી તેલ, ઓલીવ ઓઇલ | ખારી, બીસ્કીટ, પેસ્ટ્રી, નાનખટાઇ, ચોકલેટ, મીઠાઇ |
આહાર વિષે ઉદભવતા પ્રશ્ર્નો :
શું મેથી, કારેલા, લિમડો, કડવી ફાકી, મામેજો અથવા અન્ય કોઇ પણ કડવા પદાર્થો ડાયાબિટીસમાં ફાયદાકારક છે ?
આ પદાર્થો થોડા અંશે ફાયદાકારક છે, પણ તેનાથી ડાયાબિટીશ મટી શકતો નથી અને તેઓ દવાના વિકલ્પો નથી. દવાની સાથે આ બધા પદાર્થો લઇ શકાય.
ખાંડ, સાકર, ગોળ કે મધમાં શું તફાવત છે ?
આ બધા એક સરખા જ છે. બધી વસ્તુ કેલરી વધારે છે. એના લીધે બ્લડનું સુગર લેવલ વધે છે.
સુગર ફ્રી આઇસ્ક્રીમ/ગોલા લેવાઇ ?
હા, લઇ શકાય કયારેક અને ઓછી માત્રામાં,
ડાયાબિટીસના દર્દીઓ ઉપવાસ/એકટાણા કરી શકે ?
ડાયાબિટીસના દર્દીઓ માટે તે હિતાવહ નથી આમ કરવાથી શરીરમાં સુગર લેવલનું બરાબર સંતુલન જળવાતું નથી, કયારેક સુગર વધારે પડતું ઘટી જવાની શકયતા રહે છે.
ડાયાબિટીસમાં કિડનીની બિમારીમાં કયો ખોરાક ન લેવાય ?
કિડનીની બીમારીમાં પ્રોટીનવાળો ખોરાક જેમ કે કઠોળ, સુકામેવા, સીંગદાણા તથા ફળો, ફળોના રસ, ઠંડાપીણા, નાળીયેર પાણી, લીલુ નાળીયેર, સુકુ નાળીયેર, બટેટા, ટમેટા, લીલા પાનવાળી ભાજી ઓછા પ્રમાણમાં લેવાય. આ ઉપરાંત મિઠાઇનું પ્રમાણ પણ મર્યાદિત માત્રામાં રાખવું જોઇએ અને મીઠાનો પણ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવો.
© 2016 Mori Diabetes Centre. All Rights Reserved | Website Design BY SKYNET INFOTECH