ડાયાબિટીસનું નિયંત્રણ કઇ રીતે કરવું ?
ડાયાબિટીસના બહેતર નિયંત્રણમાં નીચેની બાબતો મુખ્ય ભુમિકા ભજવે છે.
1. માહિતી : રોગને સમજો. આપના ડાયાબિટીસના બહેતર નિયંત્રણ માટે ઉપલબ્ધ ઉપાયોનો આપ કઇ રીતે ઉપયોગ કરી શકો તે જાણો. પુસ્તકો, પત્રિકાઓ, ડોકટરો અને કાર્યશાળાઓમાંથી આ બધી બાબતો વિશે માહિતી મેળવો. |
|
ર. આહારની યોજના : આહારનુ આયોજન રોગના નિયંત્રણમાં મહત્વની ભુમિકા ભજવે છે. પોષણયુકત હોવાની સાથે આહાર યોગ્ય પ્રમાણ અને યોગ્ય પ્રકારનો પણ હોવો જોઇએ. ચરબી, સાકર અને મીઠાંનો ઉપયોગ મર્યાદિત રાખો. ડાયેટીશ્યન પાસેથી આપનો આહાર ચાર્ટ તૈયાર કરાવો અને પ્રામાણિકપણે એને અનુસરો. |
|
3. કસરત : કસરત સાકર વાપરવાની સ્નાયુઓની ક્ષમતા વધારે છે. કસરત બ્લડ સુગર ઘટાડે છે. અને માનસિક તાણમાં રાહત આપે છે તથા વજન નિયંત્રણ કરવામાં મદદ કરે છે. |
|
4. સારવાર : આહાર નિયંત્રણ, કસરત, જીવનશૈલીમાં ફેરફાર, દવાઓ તથા ઇન્સ્યુલિનમાં ઇન્જેકશનો મારફત સારવાર કરી શકાય છે. આપના ડોકટરે ભલામણ કરેલી સારવારને ગંભીરપણે અને ધર્મભાવે અનુસરો, આપેલી દવાનું યોગ્ય પ્રમાણ નિયમિત રીતે લો અને આપની પોતાની મેળે દવાનું પ્રમાણ બદલો નહીં. |
|
બ્લડ સુગરનું સ્તર અને બીજું પરીક્ષણ નિયમિત રીતે કરાવવું જોઇએ અને તેમનો રેકોર્ડ રાખવો જે આપની સારવારનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આપના ડોકટરને મદદ કરશે. |
અનિયંત્રિત અથવા ખરાબ રીતે નિયંત્રિત ડાયાબિટીસ એવો નિર્દેશ કરે છે કે બ્લડ સુગર સ્તર સ્વીકારપાત્ર મર્યાદાએ નથી.
© 2016 Mori Diabetes Centre. All Rights Reserved | Website Design BY SKYNET INFOTECH